મહર્ષિ દયાનંદ સંસ્કૃત સમારોહ

મહર્ષિ દયાનંદ સંસ્કૃત સમારોહ 

તારીખ : ૧૨-૧૩ ફેબ્રુઆરી 

મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સંસ્કૃતિ સમારોહ 2026 નું તારીખ 12 અને 13 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સમારોહ દરમિયાન ઉદ્ઘાટન સત્ર સિવાય કુલ 12 શૈક્ષણિક સત્ર યોજાયા  જેમાં વિદ્વત્સપર્યા, ગુરુકુલ વિમર્શ, નારી વિમર્શ, વેદાંર્થ વિમર્શ, વૈદિક દેવતા વિમર્શ, શૈક્ષણિક ચિંતન, સામાજિક સમરસતા વિમર્શ,રાષ્ટ્રભૂત ચિંતન, યુવા વિમર્શ,ત્રિસ્તરીય શોધપત્ર સ્પર્ધા તેમજ સમારોપ સત્રનો સમાવેશ થાય છે જેમાં સંસ્કૃત સમારોહમાં  માં વિદ્વાન વક્તા તરીકે

૧.આચાર્ય ડૉ.સુમેધા જી,  (સંસ્થાપક આચાર્ય શ્રીમદ દયાનંદ કન્યા ગુરુકુળ મહાવિદ્યાલય ચોટીપુરા ઉત્તર પ્રદેશ)       ૨. આચાર્ય બ્રહ્મચારી દિનેશજી

૩. આચાર્ય શીતલાજી

૪. આચાર્ય સત્યજીત મુની

૫. માનનીય શ્રી કાંતજી કાટદરે

૬. માનનીય હિમાંજ્ય પાલીવાલ

૭. કૃતેશભાઈ પટેલ

૮.પ્રોફે.દેવસીહ રાઠવાલ

૯. ડૉ.એમ.કે.મોલીયા

૧૦.પ્રોફે.મયુરીબેન ભાટિયા

૧૧. પ્રો.ભાવ પ્રકાશ ગાંધીજી   

 

સમારોહમાં રાત્રિના સાંસ્કૃતિક સત્રમાં રાજકોટમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા “વેદો કે સંવાહક” : મહર્ષિ દયાનંદ  સરસ્વતી નાટ્યની પ્રસ્તુતિ  કરવામાં આવી. ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય વગેરે કાર્યક્રમ થયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત  વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની અખિલ ભારતીય સંસ્કૃતિ સમારોહ યોજના અંતર્ગત “રાષ્ટ્ર નિર્માણ પુરોધા : મહર્ષિ દયા સરસ્વતી” વિષય પર મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સંસ્કૃતિ સમારોહ ૨૦૨૬  માટે સંસ્કૃત બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી. સંસ્કૃત બોર્ડ દ્વારા રૂપિયા 7,00,000  (સાત લાખ ) ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી તારીખ 12 ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ  સરસ્વતી નો જન્મદિવસ હોય પ્રતિવર્ષ મહર્ષિ દયાનંદ સરસ્વતી સમારોહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યુ.

 આજે આ પ્રથમ સમારોહનું ઉદઘાટન રાજ્યપાલના હસ્તે કરવાનું કુલપતિ પ્રો.ઉત્પલ જોશી  સાહેબની ઇચ્છા અનુસાર રાજ્યપાલ નો સમય લેવામાં આવ્યો  ૨૦૨૬  ના આ પ્રથમ અખિલભારતીય સંસ્કૃતિ સમારોહ યોજાવામાં આવ્યો છે. પરિસંવાદના  ઉદ્ઘાટન સત્રમાં કુલપતિ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની સ્થાપનાની  જાહેરત  કરવામાં આવી.

આ શોધ કેન્દ્ર માટે સ્ટાફ માટે સાથે  વાર્ષિક ધોરણે ગ્રાન્ટ માટે રાજ્ય સરકારમાં  અનુસ્નાતક સંસ્કૃત ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલી  દરખાસ્ત મોકલવામાં આવી છે. જે શોધ કેન્દ્રની સ્થાપનાની  આજે કુલપતિ દ્વારા  જાહેરાત કરવામાં આવી.

 આર્યસમાજના આચાર્યો તેમજ વિવિધ યુનિવર્સિટીઓ માંથી આવનાર વિદ્વાનો દ્વારા દયાનંદ સરસ્વતીના  વૈદિક વિચારધારા, સામાજિક સમરસતા,નારી શિક્ષણ,રાષ્ટ્ર ભાવના અને સાંસ્કૃતિક પુનજાગૃતિ  વિષયક વિચારધારા અંગે વક્તવ્ય આપવામાં આવશે. પરિસંવાદમાં યુનિવર્સિટીના અધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત અભ્યાસમાં રસ ધરાવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિના સીધા  માર્ગદર્શનમાં ફુલસચિવ BOM  સભ્યો અને અનુસ્નાતક સંસ્કૃત ભવનના અધ્યક્ષ પ્રો.આર.એન.કાથડ અને આ સમારોહ માટેની આયોજક સમિતિના સદસ્ય અને અનુસ્નાતક સંસ્કૃત ભવનના છાત્રો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે


Published by: Department of Sanskrit

12-02-2026